Wednesday, 2 March 2016

અમી ઝરણું

પીઓ તો શરાબની બોટલ છે જિંદગી;
માંડો તો સુખ દુખ નું ટોટલ છે જિંદગી;
માપો તો વિશાળ ગગન છે જિંદગી;
તાપો તો જલતી અગન છે જિંદગી;
કાઢો તો અમ્રુત ની ધારા છે જિંદગી;
ભટકો તો સાગર કિનારો છે જિંદગી;
માનવ ને દાનવ બનાવે છે જિંદગી;
દુર્જન ને સાધુ બનાવે છે જિંદગી;
કોણ હજી પામ્યું કેવી છે જિંદગી;
પાણી માં રંગ ભળે એવી છે જિંદગી

No comments:

Post a Comment